ખબર નહીં
મને પ્રિત હતી એની જોડે એને ખબર હતી કે નહીં એ ખબર નહીં.
એનાં નામના જાપ જપતો હતો એને ખબર એ સાચાં હતા કે નહીં.
આજે યાદ કરું છુ એને કાલ પાછો એને યાદ કરીશ એની ખબર નહીં.
જીવન આજ છે કાલ નું કોઈ કારણ છે કે નહીં એ ખબર નહીં.
મુલલીધર મારો ને તમારો શું નાતો એ નામની કોઈ ખબર નહીં .
કહે નર તારા સર્વે જે આવ્યા એને તમે તાર્યા બાકીની કોઈ ખબર નહીં.
નારાણજી જાડેજા (ગઢશીશા)
"નર"