જિંદગી…!!!
માત્ર ને માત્ર તને ચાહી શકું,
કોઈ એવો મોડ બસ લાવી શકું.!
હું મને એ રીતે અજમાવી શકું,
એક શરતે જિંદગી હારી શકું.
તું મને ફાવી નહીં છો જિંદગી,
હું તને તારા મુજબ ફાવી શકું.?
જેમ વાવી છે વ્યથા મારામાં તે,
એમ તારામાં ખુશી વાવી શકું.
ચાલને ચાહી લઈએ પળ મળી,
તું કહે ત્યારે ને ત્યાં આવી શકું.