Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "પડકાર ના આપીશ"

નથી ઘનઘોર તો પણ વરસી રહ્યાં છીએ;
છતાં અમે જ બૂંદ બૂંદ તરસી રહ્યાં છીએ;

ધીરે ધીરે પણ એ તરફ ધસી રહ્યાં છીએ;
એમ કહો કે મોત નજીક ખસી રહ્યાં છીએ;

વેદનાઓથી તરબતર થયું છે અમારું હૃદય,
છતાંય ભરી મહેફિલમાં હસી રહ્યાં છીએ;

પડકાર ના આપીશ અમને હવે જીવવાનો,
જો તો ખરો અમેય કમર કસી રહ્યાં છીએ;

ચાર ભીંત, એક છત ને ફર્સ છોડી "વ્યોમ"
આજકાલ અમે કબરમાં વસી રહ્યાં છીએ;

✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111853620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now