“ કોર્કોચ (વંદો) ની વાર્તા
(સૌજન્ય વોટ્સએપ્સ )
ગુગલના સી.ઈ.ઓ. સુંદર પીચાઈ એ કહેલ કોકરોચની વાર્તા વાંચવા જેવી છે ...!
સુંદર પીચાઈ એ 2004 માં ગુગલ, જોઈન કર્યું અને ભારતીય યુવાનોની પ્રેરણા બની ગયા !!!
ગુગલના CEO, સુંદર પીચાઈ એ પોતાની એક મોટિવેશનલ સ્પીચમાં કહેલ કોકરોચ (વંદો)ની વાર્તા ...!
તેમણે કહેલ વાર્તા ...! ગુજરાતીમાં રજુ કરવાનો પ્રયત્ન કરૂ છું ...!
એક વખત એક રેસ્ટોરન્ટમાં એક કોકરોચ ક્યાંકથી ઉડીને એક મહિલા ઉપર પડયું ...,
એ મહિલા ડરી ગઈ અને બૂમો પાડવા લાગી ...,
તે એકદમ ગભરાઈ ગઈ અને કોકરોચને દુર કરવા પ્રયાસ કરવા લાગી ...,
ઘણી કૂદા-કૂદ કર્યા પછી એ કોકરોચ દૂર થયુ ...,
પણ,
એ કોકરોચ ત્યાંથી ઊડીને બીજી મહિલા ઉપર ગયું ...,
હવે તે મહિલા પણ બચાવ માટે બૂમો પાડવા લાગી ...,
એક વેઈટર એ કોકરોચને દુર કરવા માટે આગળ વધ્યો એટલામાં એ કોકરોચ વેઈટર ઉપર પડયું ...;
વેઈટરે ખૂબ જ શાંતીથી પોતાના શર્ટ ઉપર રહેલ કોકરોચનું અવલોકન કર્યું,
અને ખૂબ જ ધીરજથી હાથમાં પકડી રેસ્ટોરન્ટમાંથી બહાર ફેંકી દીધું ...!
હું કોફી પીતા-પીતા આ મનોરંજન જોઈ રહ્યો હતો.
ત્યારે મારા મનમાં વિચારો આવવા લાગ્યા કે ...,
શું ખરેખર, આ બન્ને મહિલાઓનો ભયાનક વ્યવહાર અને અશાંતિ માટે તે કોકરોચ જવાબદાર હતુ ?
અને જો એમ જ હોય તો વેઈટર અશાંત કેમ ન થયો ?
એણે ખૂબ જ શાંતિથી કોકરોચને દુર કર્યું ...!
મહિલાઓની અશાંતિનું કારણ ...,
કોકરોચ નહીં, પણ કોકરોચથી બચવાની અક્ષમતા જ એમની અશાંતિનું સાચું કારણ હતુ ...!
મેં અનુભવ્યું કે,
મારા પિતાજી કે ... મારા બોસે આપેલ ઠપકો,
મારી અશાંતિનું કારણ ન હતું ...!
પણ, એ ઠપકાને સમજવાની અને,
એ સમસ્યાનો રસ્તો કાઢવાનું ...,
“સામર્થ્ય મારામાં નહીં હોવું” એ જ મારી અશાંતિનું કારણ હતું ...!
મારી અશાંતિનું કારણ ટ્રાફિક જામ નહીં,
પરંતુ તે ટ્રાફિક જામની સ્થિતીને હેન્ડલ કરવાની મારી અસમર્થતા જ મારી અશાંતિનું કારણ છે.
મિત્રો,
આપણાં જીવનમાં અશાંતિનું કારણ ...,
સમસ્યાઓ નહીં, પણ એ સમસ્યાઓ પ્રત્યે આપણો વ્યવહાર હોય છે....
પિચાઈ હાલમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ) છે. આ અગાઉ તેઓ ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા.
indian knowledge power નું જ્વલંત ઉદાહરણ છે એક ગરીબ ઘર માં ઉછરેલા અને ઓછા સાધનો થી achivement મેળવવી.....
સુંદર પીચાઈ, આપણી ભાવિ પેઢી ને એમના થી અવગત કરાવીએ અને ઉદ્દેશ {goal} ને પ્રાપ્ત કરવા motivate કરીએ,
સુપ્રભાત
🙏🏻