એક પત્ર તને લખી રાખું છું
એમાં થોડી હુ કાળજી રાખી છુ
રાખશે ધ્યાન તું પોતાનુ માની રાખુ છું
છતાંય મારી પ્રાર્થના ચાલું રાખુ છું
ચિંતા ને હુ ચહેરા થી દૂર રાખવા માગું છું
વાણી માં મારી હુ હળવાશ રાખું છું
પરિપક્વતા ને મારા સ્મિત માં રાખુ છું
તારી ઈચ્છા ઓ નું માન હું રાખું છું
ને તો પણ મનમાં એક આશા રાખું છું
તને દુર થી ખુશ જોવાની હિંમત રાખું છું
દુર જતા જોઈ કઠણ કાળજું રાખું છું
આંખ રોતી છતાંય આંસુ એ બાંધ રાખું છું
વિચારો માં મારા તારી યાદો રાખું છું
પત્ર નો અંત તારા માટે રાખું છું.....