Gujarati Quote in Motivational by Chaitanya Joshi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળ્યું માનવજીવન એક અવસર બનીને.
મળ્યું માનવજીવન જાણે માતબર બનીને.

કરી શકાય કઠિન કામ પણ હૈયે હામ ધરી,
મળ્યું માનવજીવન જીવતાં અમર બનીને.

છોને પથ્થરો પણ પૂજાતા કેટકેટલાં રૂપથી,
મળ્યું માનવજીવન એવી એ સબર બનીને.

ઈશ પણ જેને સરાહે એવાં કર્મો થઈ શકે,
મળ્યું માનવજીવન એવી એક અસર બનીને.

થાય સફળ ક્વચિત પ્રયત્ને પ્રભુને પામવામાં,
મળ્યું માનવજીવન નહિંતર ચોરાસી ચક્કર બનીને.

થાય એકાદ બે કામ માનવતાનાં દેહ મળ્યા પછી,
મળ્યું માનવજીવન નહિં તો એક કસ્તર બનીને.

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Motivational by Chaitanya Joshi : 111853347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now