પરિસ્થિતિને બસ પામી લ્યો.
ને હાથ પુરુષાર્થનો થામી લ્યો.
ગઈ ગુજરીની વાત ભૂલો તમે,
સાંપ્રતને તમે જ સજાવી લ્યો.
લખોને નસીબ તમે જ તમારું,
નિરાશાને મનમાંથી ડામી લ્યો.
રાહ જુએ છે સફળતા તમારી,
એકાદ નજર એની સામી લ્યો.
લોકો છે એ તો ફાવે તેમ બોલે,
મારગ સદાચારનો કંડારી લ્યો.
તમે માનવ છો એના ભૂલો કદી,
કોઈ હોય રૂઠેલાં તો મનાવી લ્યો.
સાથ હિંમતનો હરદમ હોવો ઘટે,
સ્વીકારી પંથ સત્યનો નામી લ્યો.
હરપળ હશે હારે હરિ હમસફર,
ના હતાશાને પછી નકામી લ્યો.
સામા પૂરે તરવાનું છે હરવખ્તને,
તમે ધપોને સાથે અનુગામી લ્યો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.