શીર્ષક - "એક કામના"
તને પામું એથી, વિશેષ કોઈ કામના નથી;
એ જ મારી કામના, શેષ કોઈ કામના નથી;
તારા જ સંગાથે ગુજરે મારો આ સંસાર,
કામના છે એ, નિઃશેષ કોઈ કામના નથી;
તને ચાહું અને જીવનભર તને ચાહતો રહું,
છૂટે નૈ ચાહત, સવિશેષ કોઈ કામના નથી;
જિંદગી જીવાય બસ તારા સંગ "વ્યોમ"
આવે મોત પહેલાં, અશેષ કોઈ કામના નથી;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.