શબ્દોથી સારું મળ્યું મને.
અર્થોથી મારું મળ્યું મને.
શબ્દ અર્થની ઘટમાળમાં,
કર્મોથી ધાર્યું મળ્યું મને.
ભાષા અંતરનું માપ નથી,
બધે જ અમારું મળ્યું મને.
મધુભાષી હતા મનમેલા,
ફળ કેવું નઠારું મળ્યું મને.
કટુભાષીનો આશય સારો,
ધીરજે અણધાર્યું મળ્યું મને.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.