ઓળખો તો ઔષધ:
ઓળખો તો ઔષધ:
1 ) અવાજ બેસી ગયો હોય તોઃ
1) શેકેલા ચણા રાત્રે ખાઇ ઉપર ગરમ પાણી પીવાથી બેસી ગયેલો અવાજ ખુલે છે.
2) ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવાથી પણ અવાજ ખુલે છે.
3) રાત્રે ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાંખીને પીવાથી પણ અવાજ ખુલે છે.
4) ગાયના દૂધમાં આમળાનું ચૂર્ણ નાંખી પીવાથી પણ અવાજ ખુલે છે.
2) કબજીયાત: આયુર્વેદમાં કહેવાનાં આવ્યું છે કે ‘કબજીયાત’સર્વ રોગોની માતા છે.
1) જેનું પેટ સાફ તેના બધા રોગ માફ.
2) ઉષપાન :સૌ પ્રથમ તાંબાના એક લોટામાં રાત્રે પાણી ભરી રાખવું અને તે પાણી રોજ સવારે
વહેલા ઉઠીને કોગળા,બ્રશ,દાતણ કર્યા સિવાય જો એક લોટો પાણી પી જવાય તો
કોઇ પણ દવા વગર જો સળંગ છ માસ સુધી કાયમ પીવામા આવે તો કાયમી કબજી-
યાત દૂર થાય છે.સાથે સાથે ચશ્માનાં નંબર પણ ધીરે ધીરે ઉતરે (ઓછા) થાય છે.આ
પાણીનો પ્રયોગ અનુભવથી સિધ્ધ થયેલ છે.
3) લીંબુનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવો.
4) અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવું.
5) ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ,એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ
મેળવી પીવાથી કબજીયાત દૂર થાય છે.
6) તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ મેળવીને ફાકવાથી કબજિયાતમાં રાહત મળે છે.
7) જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ (3 થી 5) હિમેજ ખૂબજ ચાવીને ખાવાથી કપ-
જીયાત દૂર થાય છે.
…..વૈદ રસિકલાલ ઠાકર.
🙏