શીર્ષક - "હથેળીમાં ઊંડાઈ મળી છે"
આતે કેવી અમને ખુદાઈ મળી છે?
ઇશ્કના નામે પણ તન્હાઈ મળી છે;
રાખ્યા'તા જેમને હમેશાં આંખોમાં,
એમની પણ નજર પરાઈ મળી છે;
કર્યો 'તો પ્રેમ સારસ બેલડી સરીખો,
તો પછી પ્રેમમાં કેમ જુદાઈ મળી છે?
ઘાત તો નથીને મને ક્યાંક પાણીની?
તો, હથેળીમાં કેમ ઊંડાઈ મળી છે?
વેપાર કરી બેઠા શ્વાસોનો જુદાઈમાં,
ને, નફામાં કફનની કમાઈ મળી છે;
કહાની પણ છપાશે એક'દી "વ્યોમ"
અજાણે પણ કોઈની દુહાઈ મળી છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.