હરિ મને તારો દીવાનો બનાવી દે.
તારા જેવા બીજાને મળાવી દે.
કામક્રોધાદિક ષડરિપુ સતાવતા,
સ્મરણ તારું એ સ્હેજે ભૂલાવતા,
તારા નામે સંસાર તરાવી દે....1
ખૂબ ભટક્યોને ખૂબ ભૂલ્યો,
દાવપેચ દુનિયાના હું ખેલ્યો,
તારી કૃપા હવે વરસાવી દે...2
ના માગું ધનદોલત વૈભવ,
ના માગું દુનિયાનાં સુખ સૌ
સાકેત અવની પર તું લાવી દે..3
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.