"શિયાળો"
એલાર્મ બંધ કરીને, સરખી રજાઈ ખેંચીને,
સવારમાં જોવાયેલા ખ્વાબ એટલે શિયાળો!
થીજી ગયેલું તેલ, પિયર્સની સુગંધ અને,
નાસ્તામાં ગરમાગરમ રાબ એટલે શિયાળો !
પાંદડા ખરતા હોય ત્યારે ગુલાબી ઠંડીમાં,
હુંફાળા તડકાનો છાબ એટલે શિયાળો !
સ્વેટર, ટોપી, મોજા અને મફલર,
કડકડતી ઠંડીને જવાબ એટલે શિયાળો !
દિવાળી, નાતાલ અને મકરસંક્રાંત,
છાંટે તહેવારો રુઆબ એટલે શિયાળો !
વાત કરીએ ને ધુમાડો નીકળે ત્યારે,
રાત, મિત્રો ને તાપણું લાજવાબ એટલે શિયાળો !
ધાબળા કાઢો, અડદિયા સાલમપાક બનાવો,
આવ્યો ઋતુઓનો નવાબ એટલે શિયાળો !
-અજ્ઞાત
ગુલાબી ઠંડી મુબારક
🙏🙏🏻🙏🏻