મૅચીંગ
નિધિ અને નિવેશની સગાઈ થયાને દોઢ વર્ષ થયું હતું પણ એ બંને વચ્ચે હજુ જોઈ એ એવું બૉન્ડીંગ થયું નહોતું. હવે બંને ના લગ્નની વાતો ચાલતી હતી. નિધિ ફોનમાં નીવેશને કહી રહી હતી કે એ બંને એ લગ્નના બધા કપડાં જોડે જ ખરીદવાનાં છે અને મૅચીંગ કરવાનું છે. નીવેશ એ નિધિની બધી વાતમાં હાં માં હાં મળાવીને કૉલ કટ કર્યો. કૉલ મૂકીને નિવેશ મનોમન પોતાની જાતને જ સવાલ કરી રહ્યો હતો કે હજુ મનનાં મૅચીંગનાં ઠેકાણાં નથી તો કપડાં મૅચ કરીને શું કરીશું?
- હિરેન મોઘરિયા 'હેમ'