Quotes by Hiren Moghariya in Bitesapp read free

Hiren Moghariya

Hiren Moghariya Matrubharti Verified

@harry02396
(564)

જીવનનું સાચું સુખ એટલે અઠવાડિયામાં પાંચ દિવસ કમાઈ ને બે દિવસ પરિવાર સાથે એ કમાણીનો થોડો ભાગ વાપરી શકવો..!!

- હિરેન મોઘરિયા

Read More

જીવનમાં શબ્દો અને સંગત કેવી પસંદ કરો છો એ ખૂબ મહત્વનું છે સાહેબ...
શકુની ના શબ્દો અને સંગત થી મહાભારત થયું અને દુર્યોધન નો વિનાશ થયો અને શ્રી કૃષ્ણનાં શબ્દો અને સંગત થી શ્રીમદ્ ભગવદ્ ગીતા રચાઈ અને અર્જુનનો ઉદ્ધાર થયો.

- હિરેન મોઘરિયા 'હેમ'

Read More

ભટકતો હતો જીવનમાં આમ-તેમ,
તમે મળ્યા ને જીવનપથ મળી ગયો..!!

- હિરેન મોઘરિયા 'હેમ'
#બે_શબ્દો_પ્યારના

મૅચીંગ

નિધિ અને નિવેશની સગાઈ થયાને દોઢ વર્ષ થયું હતું પણ એ બંને વચ્ચે હજુ જોઈ એ એવું બૉન્ડીંગ થયું નહોતું. હવે બંને ના લગ્નની વાતો ચાલતી હતી. નિધિ ફોનમાં નીવેશને કહી રહી હતી કે એ બંને એ લગ્નના બધા કપડાં જોડે જ ખરીદવાનાં છે અને મૅચીંગ કરવાનું છે. નીવેશ એ નિધિની બધી વાતમાં હાં માં હાં મળાવીને કૉલ કટ કર્યો. કૉલ મૂકીને નિવેશ મનોમન પોતાની જાતને જ સવાલ કરી રહ્યો હતો કે હજુ મનનાં મૅચીંગનાં ઠેકાણાં નથી તો કપડાં મૅચ કરીને શું કરીશું?

- હિરેન મોઘરિયા 'હેમ'

Read More

એણે મને કહ્યું મને તારું સ્મિત ગમે છે,
મેં કહ્યું મને એ સ્મિત પાછળનું કારણ; તું ગમે છે.

#બે_શબ્દો_પ્યારના
- હિરેન મોઘરીયા 'હેમ'

Read More

સંબંધો દોરી જેવા હોય છે. જેમ દોરી એક વાર તૂટ્યા પછી જોડીએ તો ગાંઠ રહી જાય એમ સંબંધો પણ ફરીવાર જોડીએ તો થોડીક કડવાશ તો રહી જ જાય છે, પહેલા જેવી મીઠાશ નથી રહેતી.

-Hiren Moghariya

Read More

Fear stays for few moments,
Anger stays for few hours,
Pain stays for few days,
But only Love stays for lifetime..!!

#Two_Words_of_Love
-Hiren Moghariya

રીલેશનશીપ નો મતલબ એ નથી કે તમે એકબીજા માટે કેટલા બદલાવ છો? રીલેશનશીપ તો એ છે કે તમે એકબીજા ને જેવા છે તેવા કેટલા અંશે સ્વીકારો છો...!!

#બે_શબ્દો_પ્યારના
- હિરેન મોઘરીયા

Read More

Beautiful life can't be achieved with Destiny,
It has to be earned from Destiny..!!

-Hiren Moghariya

એણે જતાં જતાં કહ્યું કે મને ભૂલી જજે,
મેં સ્મિત સાથે એટલું જ કહ્યું કોઈ શ્વાસ લેવાનું ભૂલતું હશે કે...!!

#બે_શબ્દો_પ્યારનાં
@હિરેન મોઘરીયા 'હેમ'

Read More