શીર્ષક - "એક ગઝલ લખી છે"
આજ મેં એક ગઝલ લખી છે;
બસ, સાદી ને સરલ લખી છે;
ખરલમાં કલ્પન ઘૂંટતાં ઘૂંટતાં,
હકિકત ભરી નજમ લખી છે;
વાવણી કરી અક્ષરોની કાગળે,
ઊગી શબ્દોની ફસલ લખી છે;
ગામ પાદર પાળીયા જોયા તો,
મેં શૂરવીરતાની નસલ લખી છે;
યાદ ભલેને આવ્યું આજ કોઈ,
પણ, આજ એના વગર લખી છે;
પારદર્શક હૃદયે આજ "વ્યોમ"
એક અનોખી ને અલગ લખી છે;
✍... © વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.