શીર્ષક - "શોધતો રહ્યો એક સમજનાર"
ભર્યા છે આ દુનિયામાં તો ભઈ કેટલાય સમજદાર;
પણ, જીવનભર શોધતો રહ્યો હું, એક સમજનાર!
માણસ માત્ર અને ભૂલને પાત્ર, સમજે છે હર કોઈ!
પણ, થાય જરા ભૂલ તો બની જાય સૌ અમલદાર;
વાયદો કર્યો સાથ નિભાવવાનો, ને નિભાવીશ જરૂર!
પણ, છોડ્યો'તો સાથ તેં ને ઠેરવ્યો મને જવાબદાર?
વાયદા પર કાયમ "વ્યોમ", બધા નથી રહી શકતા,
થઈ ગઈ ભૂલ એકવાર, હવેથી હુંય રહીશ ખબરદાર;
એક પર્વતના પથ્થરનીએ કિસ્મત ક્યાં એક હોય છે?
કોઈ મૂરત, કોઈ ઉંબરો તો કોઈ બને છે પહેરેદાર;
સઘળું ભૂલાશે "વ્યોમ", સમય જ છે એક ઓસડ,
શું આમ જ રહીશ હું ઈશ્વર તારો સદા અરજદાર?
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.