" પ્રસંગો ટાળે ન ક્યારે "
( ગઝલ )
વેદનાને ભલા કોઈ પાળે ન ક્યારે.
કે વહી જાય છે આંસુ વાળે ન ક્યારે.
બસ શરમ એ હવે છોડતા જાય છે કે;
આંખ નીચી કદી બોલ ઢાળે ન ક્યારે.
ખાસ સંભાળતો જે મને ઠોકરોથી;
જોઈને દોસ્ત દિલ એનું બાળે ન ક્યારે.
' *બેસણામાં જતો એ હરખથી સદા* ;
*કે પ્રસંગો કદી કોઈ ટાળે ન ક્યારે* '.
યાદને આંખમાં રોપતો જાય છે એ;
નામ Bન્દાસનું કો' ઉખાળે ન ક્યારે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : ગા લ ગા × ૦૪ + ગા