શું એમ ના થાય?
કિસ્મત હું લખું ખુદ મારી,
બસ એમાં તને જ લખું હું.
જ્યારે પણ શમણું જોઉં,
બસ એમાં તને જ જોઉં હું.
જયારે ખોલું મારી આંખો,
બસ હસતો તને જ નિરખું હું.
ભુલી જાઉં જો કયારેક સઘળાં સંબંધો,
બસ યાદ એક તને જ રાખું હું.
દોરું જયારે કૅન્વાસ પર કોઈ ચિત્ર,
બસ એમાં તને જ ચિતરું હું.
જ્યારે જ્યારે જનમ ધરીને આવું,
બસ સંગમાં એક તને જ માંગુ હું.
જ્યારે પણ કોઈ ગીત ગાઉં,
બસ,એમાં તારી જ સરગમ રેલાવું હું.
જ્યારે પણ લખું મારી "ભાવના",
બસ મારા શબ્દોમાં તને જ શણગારું હું.
-Bhavna Chauhan