જોયું જે સ્વપ્ન એને સાકાર કરવું જ છે.
મળે માર્ગમાં કાંટા તો પણ ચાલવું જ છે.
કોઈ હિંમત બને કે ના બને વાંધો નથી.
મારે હવે તો મારી તાકાત બનવું જ છે.
અડગ બનાવી દીધું છે હવે મન મેં મારું,
હર હાલમાં હવે મંઝિલે પહોંચવું જ છે.
કરશે હવે જો કોઈ મારી નિંદા તો પણ,
નિંદાને સહીને પણ આગળ વધવું જ છે.
કડવાં શબ્દોનું વિષ પણ કંઠમાં ઉતારીને,
સફળતાનું અમ્રુત હવે તો ચાખવું જ છે.
ચૌહાણ ભાવના "મીરાં"
-Bhavna Chauhan