Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* સહુને સાથ *

*કાકડી ખાવાથી કયા કયા ફાયદાઓ થાય છે અને નુકસાનો થાય છે ?
> કાકડીના નિયમિત અને સંયમિત સેવનથી આપણા શરીરને ઘણા લાભ થાય છે. કાકડી ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેમાં વિટામિન A, C, K, પોટેશિયમ, લ્યુટીન, ફાઈબર જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે.

ગરમીની ઋતુમાં કાકડી ખાવાથી શરીરને તાજગી મળે છે. કાકડીની અંદર રહેલું ફાઇબર શરીરને માટે ગુણકારી છે.શરીરમાં પાણીની કમીને પૂરી કરવામાં પણ કાકડી લાભદાયક સિદ્ધ થાય છે.

♦️ઈમ્યુનિટી સિસ્ટમ :

ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવામાં કાકડી ખૂબ મદદરૂપ છે. કાકડીમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટ શરીરની ઈમ્યુનિટી સિસ્ટમને જાળવી રાખવાનું કાર્ય કરે છે.

♦️હાડકા મજબૂત બનાવે :

કાકડીની છાલની અંદર રહેલી સિલિકા હાડકાને માટે ખૂબ લાભદાયક હોય છે.એટલા માટે કાકડીને છાલ સાથે ખાવાથી હાડકાને ફાયદો થાય છે અને હાડકા મજબૂત બનાવે છે.

♦️કબજિયાતની સમસ્યામાં રાહત :

પેટ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ જેમ કે કબજિયાત અને અપચાથી છૂટકારો અપાવવામાં કાકડી ખૂબ ફાયદાકારક હોય છે. કાકડીમાં રહેલા ફાઇબરના કારણે તમને કબજિયાત અને અપચાની તકલીફમાં રાહત રહે છે.

♦️ત્વચાને નિખારે અને કાળા ડાઘ દૂર કરે :

કાકડી અથવા કાકડીનો જ્યુસ ચહેરા પર લગાવવાથી ચહેરાની ટેનિંગ દૂર થશે અને ચહેરા પર નિખાર પણ આવી જશે.

આંખોની નીચે ડાર્ક સર્કલ પર કાકડીની બે સ્લાઈસ આંખો પર રાખવાથી ડાર્ક સર્કલ ઓછા થવા લાગશે અને અમુક સમય બાદ એ ગાયબ થઈ જશે.

♦️મોંની દુર્ગંધ :

મોંમાંથી દુર્ગંધ આવવા પર કાકડીનાં એક ટુકડાને મોંમાં થોડીવાર માટે રાખવાથી મોંમાં દુર્ગંધ પેદા કરનાર જીવાણુ મરી જશે અને મોંમાંથી દુર્ગંધ આવવાની મુશ્કેલીથી રાહત મળે છે.

♦️વજન ઘટાડે :

કાકડી ખાવાથી વજન ઘટાડી શકાય છે. કારણ કે કાકડીમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. આ સિવાય તેમાં કોઈ વજન વધારનાર તત્વ નથી. તે ફાઈબરમાં પણ ખૂબ રીચ છે. જેના કારણે તેને ખાધા પછી પેટ ભરેલું રહે છે અને કંઈપણ ખાવાનું મન થતું નથી.

♦️કિડનીની સમસ્યા :

કાકડીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય છે. તે શરીરમાંથી યુરિક એસિડ અને કિડનીની અશુદ્ધિઓને દૂર કરે છે.

♦️બ્લડપ્રેશર :

કાકડી ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ કરી શકાય છે. તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ કરે છે. કાકડીનો રસ ઊંચા અને નીચા બંને બ્લડ પ્રેશરમાં પણ અતિ લાભદાયી છે.

❎ વધારે પ્રમાણમાં કાકડીનું સેવન કરવાથી થતા ગેરફાયદા :

કાકડીની અંદર ખૂબ પ્રમાણમાં ફાઇબર મળી આવે છે અને અધિક ફાઇબરનુ સેવન કરવાથી પેટમાં દુઃખાવો થઇ શકે છે.

કાકડીનું વધારે સેવન કરવાથી વાયુ અને કફ થાય છે.

જૂની શ્વાસની બીમારીથી પીડિત વ્યક્તિએ કાકડી ખાવાનું ટાળવું જોઈએ.

કાકડીનું વધારે પડતું સેવન કરવાથી પેટમાં દુખાવો થાય છે અને પેટ ફુલેલું હોય તેવું મહેસુસ થાય છે.

કાકડીમાં કુકરબીટીન નામનું ટોક્સિન હોય છે તેથી વધારે કાકડી ખાવાથી અધિક માત્રામાં એ ટોક્સીન તમારા શરીરમાં જવાના કારણે લીવર, મુત્રાશય અને કિડની સહિત શરીરના અન્ય અંગોમાં સોઝા આવી શકે છે. એટલા માટે તેનું સંતુલિત માત્રામાં સેવન કરવું જોઈએ.

જે લોકોને પહેલાથી જ પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તેમણે કાકડી ખાવાનું ટાળવું જોઈએ.
@everyone

Gujarati Motivational by Umakant : 111850182
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now