*શીર્ષક-વેદનાની બાદશાહી*
મેં મારી કલમમાં, ભરી રાખી છે આંસુની સિયાહી!
ગઝલ એટલે તું, ખાટી જાય છે ઠાલી વાહવાહી!
ગુનેગાર બનાવી દીધો છે, દર્દનાં ખડિયાને,
એણે આપેલાં વિરહની, મેં કરવા સાબિત બેગુનાહી!
દબદબો મારા શબ્દોનો, કેવો છે ચારેકોર!
કોઈ શું જાણે, મારી વેદનાની બાદશાહી!
ટોચ પર જઈને બેઠી, આજ મારી સફળતા!
પણ દિલનાં રણે અભાવ રમખાણ, ને નરી તબાહી!
ચાલ પીડા! સામસામા, ટકરાવી લઈએ જામ,
પિયક્કડ ગણી કદાચ પ્રેમ, છલકાવી બેસે સુરાહી!
બંધ આંખો મીરાંની, ચૂવે છે સતત હવે,
'ઝંખના'ની લાગણીઓની, એ ગણશે ઈશ્વર ગવાહી.
જાગૃતિ, 'ઝંખના મીરાં'..