શીર્ષક - "ધન પચાવી જાણે એ અમીર"
ક્યાં કોઈએ અહીં કશું ગુમાવ્યું છે?
મળ્યું છે એ જ જેણે જે વાવ્યું છે;
કડવું હોય છે કાયમ ગુણકારી છતાં,
આરોગે છે એ, જીભને જે ભાવ્યું છે;
દોલત કમાવવી કાંઇ દુર્લભ તો નથી,
અમીર છે એ ધન જેણે પચાવ્યું છે;
સબંધો નિભાવ્યા શું નિસ્વાર્થ ભાવે?
બેસણામાં જો કોણ કોણ આવ્યું છે?
જરા તો હટે હવે, આ પાંદડું "વ્યોમ"
કે જ્યાં જ્યાં ગયાં ત્યાં ક્યાં ફાવ્યુ છે?
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.