મન ભરીને મસ્ત માણી લે અહીં,
છોડ બધી ખોટી ચિંતા તારી રે,
વ્યસ્ત જીંદગીને માણી લે અહીં,
છોડ બધી ખોટી માયા તારી રે,
બાળક બનીને જીવન માણી લે અહીં,
છોડ બધી ખોટી વાતો તારી રે,
હસ્તી જીંદગીનો આભાર માની લે અહીં,
છોડ બધી ખોટી દુનિયાદારી તારી રે,
મન ભરીને મસ્ત માણી લે અહીં,
છોડ બધી ખોટી ચિંતા તારી રે..
મનોજ નાવડીયા