વિષય - નિયંત્રણ ભાગ ૧
નિયંત્રણ એટલે શું? નિયંત્રણ શબ્દ એટલે માપમાં રહેવું, ઇંગ્લિશ માં કંટ્રોલ કરવું નિયંત્રણ કરવું. કોઈ વસ્તું હદ ની બહાર નાં જવી જોઈએ.
જો જમવામાં થોડું મરચું કે પછી મીઠું ઓછું હોય કે પછી થોડું મરચું વધારે હોય, તો આપણને તરત ગુસ્સો આવે છે કેમ ? આપણે કહીએ બધું માપમાં હોય તો સારું લાગે એમજ આ નિયંત્રણ દરેક વાસ્તુમાં લાગુ પડતું હોય છે.
જ્યારે કોઈપણ વસ્તું માંથી નિયંત્રણ નીકળી જાય છે ત્યારે બધું વેરવિખેર થઈ જતું હોય છે. નિયંત્રણ આપણા જીવનમાં ઓકસીજન જેવું કામ છે. પૈસા કમાવા સરળ છે પણ એ પૈસા ખર્ચ કરવામાં જો કોઈપણ પ્રકાર નું નિયંત્રણ ના હોય ને તો, હમેંશા તમે અસંતોષ અનુભવશો. જીવન માં કેટલું પણ મેળવી લો એક સંતોષ તમારો પીછો નથી છોડવાનો. "આ નિયત્રંણ નાં હોય ને તો તમે લોભી બની જાઓ." લોભી વ્યક્તિ તો દરેક પ્રકારની હદ પાર કરતો હોય છે. કહેવાનો નિયંત્રણ શબ્દ સાથે આપણું જીવન સંકળાયેલું છે. વ્યવસ્થિત જીવન જીવવા માટે નિયંત્રણ હોવું અતિ આવશ્યક છે.
હવે હું જે નિયંત્રણ ની વાત કરવાની છું એ છે લાગણી પર તમારું નિયંત્રણ હોવું કેમ જરૂરી છે. માણસ નું જો પોતાની લાગણી ઓ પર નિયંત્રણ નહીં રહે તો સબંધો ખરાબ થવાના છે. સબંધો ને સાચવવા અને સબંધો સાથે ખુશ રહેવા બેલેન્સ અને નિયંત્રણ ખુબજ જરૂરી નીવડે છે.
લાગણીઓ નું બેલેન્સ જો નાં રહે તો , તમે અતિ પ્રેમ અતિ ગુસ્સો કે પછી અતિ આક્રમક પરીસ્થિતિ ઊભી કરી દેતા હો છો. આ પરિસ્થિતિ તમારા થી ઘણીવાર મોટી ભૂલ નહીં મોટો ગુનાહ કરાવે છે.લોકો જો પોતાનાં મગજ પર નિયંત્રણ રાખી શકતાં હોત તો કદાચ એટલા રેપ અને મર્ડર નાં થતાં હોત. નિયંત્રણ ખૂબ અનિવાર્ય છે.
પ્રેમ હોય કે પછી નફરત કોઈપણ વસ્તું એકવાર નિયંત્રણ ની બહાર ગઈ તો તમે ખોટા માર્ગે દોરી જતાં હોય છો. *પ્રેમ* દુનિયાની સૌથી ખતરનાક લાગણી છે, જ્યાં માણસ પોતાનું જીવન બગાડે અને નિખારે પણ છે
જો સબંધો ને સારી રીતે નિભાવા છે જો જીવન ને સુખ શાંતિ થી પસાર કરવું છે તો અનિવાર્ય છે કે તમે તમારા મસ્તિષ્ક નાં નિયંત્રણ માં રહો.
લાગણી નું નિયંત્રણ દર્શાવે છે કે આપણે emotionally કેટલાં strong છે. emotionally strong વ્યક્તિ ક્યારે ખોટી લાગણી માં ફસાતો નથી. એને સમજણ હોય છે કે શું સાચું છે અને શું ખોટું છે.ખોટી લાગણી નો શિકાર સ્ત્રી હોય કે પુરુષ બંને બની શકે છે ક્યારે જ્યારે એ લોકો emotionally strong નથી હોતા.
૧. જે લોકો બહુજ પ્રસન્ન રહેતાં હોય છે.
૨. જે લોકો વધારે પડતાં લાગણીશીલ હોય છે.
૩. જે લોકો ને ગુસ્સો જલ્દી આવી જતો હોય છે.
૪ જે લોકો ને નાની નાની વાતો માં રડું આવી જતું હોય છે.
૫. જે લોકો પોતાની બુદ્ધિ નો ઉપયોગ કરતાં નથી હોતાં.