યાદ એટલે કરું છું કે કોઈ મને ભૂલી ન જાય.
એટલે યાદ કરું ભૂલથીયે તમને ભૂલું ન જરાય!
સોમથી રવિવાર આવે તો પણ કરે ન યાદ!
જાન્યુઆરી વીતે ભલે વરસ આખુ બદલાય,
વર્ષોની સહસફર છતાં કોઈ ભૂલી કેમ જાય?
કોણ કહે નજીક વસો કે વસો દૂર દૂર છતાંય!
દરેક વરસ વીતે છતાં ચોથી સપ્ટેમ્બર ના ભુલાય!
જગતની ઝાઝી ઝંઝાળમાં તમેં ઝાંઝવું ન બનો!
જરીક વિનતી 'વાત્સલ્ય' તણી લ્હેરખીતો બનો!
- વાત્ત્સલ્ય.