Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક - "કોના અભાવમાં? "

હોય છે નોખાં અહીં દરેક, રંગ-રૂપ ને સ્વભાવમાં!
છતાંય ન જાણે માણસ જીવે છે કોના અભાવમાં?

હોય છે હર એકની પ્રતિભા એક-બીજાથી અલગ,
તોય કેમ આવી જાય છે કોઈ બીજાના પ્રભાવમાં?

પગ ખેંચવાની લાગી હોડ, ત્યાં મલમ કોણ લગાવે?
પરંતુ, મરચાં જરૂર ભભરાવશે એ લાગેલા ઘાવમાં;

ડગ્યા વગર મંડ્યા રહો તમે, સંઘર્ષમાં હો ભલે એકલાં!
સફળતા મળતાં આવશે બદલાવ, સૌનાં પ્રતિભાવમાં!

ખુદના દુખ દર્દ તો હરકોઇ મહેસૂસ કરી લે છે "વ્યોમ"
માણસ એ છે જે દર્દ બીજાના જાણીલે હાવભાવમાં;

"વ્યોમ" પર બેઠો ઈશ્વર પણ જુએ ફક્ત તમારાં કર્મ,
ભવસાગર એ તારે ભલેને હોય કાણું જીવન નાવમાં;

✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111849609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now