હમણાં બસ મને તારી મુલાકાતો યાદ આવે છે, તારી સાથે માણેલા દરેક પળ યાદ આવે છે દરેક પળમા તને મળવાની જંખના વધતી જાય છે, મારા વગર તું શું કરતી હશે તે જ મારી અંતર આત્મા વિચાર કર્યા રાખે છે. એક તું જ મને જોઈએ છે તેવી મારી આત્મા મને વારે વારે ટકોર કર્યા રાખે છે, મારો જીવ મારો આધાર મારો પડછાયો મારાથી દૂર છે પણ હું તેની પાછે જય શકતો નથી તેને મળી શકતો નથી હું એટલા સમાજના બંધનમા બંધાઈ ગયો છું કે ત્યાંથી હું છૂટી શકતો નથી. મારું હ્રદય મને વારે વારે એક જ વાત યાદ અપાવે છે કે ક્યાં છે મારો જીવ કયાં છે મારી ઓળખાણ.