અમસ્તી રૂપાળી, ક્યાં લાગે છે એકલતા?
મે કલમનાં કસબથી, એને સજાવી છે!
અમસ્તી નમણી, ક્યાં લાગે છે શૂન્યતા?
શબ્દોનાં કરતબ કરી, ખૂબ એને નચાવી છે!
મને શું આકર્ષી શકે, કોઈ ભીડની ભવ્યતા?
મેં અલાયદી એક અલગારી, દુનિયા વસાવી છેે.
મને કદી ક્યાં વ્હાલાં, લાગ્યાં કોઈ મેળાવડા?
અરીસામાં દિવસ, ઓશિકે રાત સમાવી છે!
તરોતાજા ખીલી સવારે, જીવી સતત કોલાહલે,
મેં એકલવાાયી સાંજને, ભરપૂર રડાવી છે!
હિમમાં ઠરીને થીજી, ભર ઉનાળે જે બળી,
ચોમાસે કાગળની હોડીમાં, નરી એકલતા વહાવી છે.
દરિયાની તકદીરે, ન હતી ખળખળતી નદી,
એટલે રણમાં ભળી, અંંતઃસ્થમાં ખપાવી છે!
મુજ ભીતરની 'મીરાં'ને, નિસ્બત નથી દુનિયાથી,
એકલી-અટૂૂૂલી 'ઝંખના'એ, સઘળી ફરજ બજાવી છે!
જાગૃતિ, ઝંખના' મીરાં..