હાથ રાખો ખીસ્સામાં,
નહિતર ના કરવાનું થઈ જાય,
મો પર રાખો મૌન,
નહિતર ના બોલવાનું બોલાય જાય,
ક્રોધ પર રાખો સ્ંયમ,
નહિતર ના થવાનું થઈ જાય,
આંખો પર રાખો દયા,
નહિતર ના જોવાનું જોવાઈ જાય,
કાનો પર રાખો ગારણ,
નહિતર ના સાંભળવાનું સંભળાય જાય,
ના રાખી શકું ધ્યાન આટલા બધાં પર,
તો બનાવું એક સારથી એનાં પર,
રાખું મન પર સદા નિયત્રણ,
તો કેંદ થઈ જાય આ બધાં એક મન પરજ..
મનોજ નાવડીયા