Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🙋🏻‍♀️
સ્પર્શ...
કપડાં અપનાવતા ગયા તેમ તેમ...ઘટતો ગયો
અને એમાં પણ સભ્યતા અપનાવતા ગયા તેમ સાવ જ ઘટી ગયો !

ભેટવાનું બંધ થઈ ગયું,
હાથ મિલાવવા નું બંધ થતું ગયું
એકબીજાના ખભા ઉપર હાથ મૂકીને ઉભુ રહેવું બંધ થઈ ગયું
સતત ચંપલ કે બુટ ને કારણે... પગનો સ્પર્શ પણ ઘટતો ગયો.

સભ્યતા સાથે શરીર સ્પર્શ ઘટતો ગયો !!

સંબંધોમાં પણ લાડ લડાવવાનું કે
pampering બંધ થઈ ગયું !!

માથું દબાવી દેવું
પગ દબાવવા,
મસાજ કરવો...આં બધું બંધ થતું ચાલ્યું !!

... ....

હૂંફ ભર્યો સ્પર્શ
તાજા જન્મેલ બાળકને સ્તનપાન વખતે માતા નો સ્પર્શ
લાગણીઓ કોઈને ભેટ ના રૂપમાં આપીએ અને ભેટી પડીએ તે
ઘરડા માતા પિતાં નો હાથ પકડી એ તે
મિત્રોને સાંત્વન આપીએ તે
મિત્રો સાથે હાથમાં હાથ મિલાવીને ફરી એ તે
pampering touch

ઉષ્મા ભર્યો સ્પર્શ,
લાગણીભર્યો સ્પર્શ
નજદિકતા દર્શાવતો સ્પર્શ
સોશ્યલ સ્પર્શે
ઇન્તિમસી આપતો સ્પર્શ
અને મસાજ....

આ બધા સ્પર્શ જ છે !!! અલગ અલગ સ્પર્શ છે. સ્નેહનો વરસાદ છે. લાગણીઓનું એક પણ શબ્દ વિના આપ લે કરતાં સ્પર્શ જ છે !! Non Verbal Language છે. Healthy છે.

.... ....

સ્પર્શ
હૂંફ પણ દર્શાવે, નજદિક્તા પણ દર્શાવે, મિત્રતા પણ દર્શાવે, પ્રેમ પણ દર્શાવે, સોશ્યલ નેસ પણ દર્શાવે !!! નથી ગમતું એ પણ દર્શાવે, ગુસ્સો પણ દર્શાવે !!

સ્પર્શથી આં બધું પણ વિકસે, ઘનિષ્ઠ થાય, મજબૂત થાય
મિત્રતા, પ્રેમ, નજદીક તા, સંબંધ, વિશ્વાસ
..... .....

સ્પર્શ એટલે
ફકત...કશુંક અડ્યું....તેની ખબર પડે તેટલુ જ સીમિત નહિ !!
એ ફકત મેકેનિકલ કે મેડિકલ કે ફીઝીક્લ ભાષા જ નથી !!

ટચ ને રીસિવ કરવા માટે
રીસેપ્ટર હોય છે...આખા શરીરમાં..
ત્વચા ઉપર પણ અને શરીરની અંદર પણ !!
આં એ ફકત...સ્પર્શ જ નથી લઈ જતા !!

સ્પર્શના રીસેપ્ટર
હોઠ, ફિંગર ટિપ્સ કે આંગળીઓના ટેરવા ઉપર,
ઉપર સૌથી વધુ હોય છે, લાખો કે કરોડોની સંખ્યામાં આખા શરીરમાં હોય છે, એક સ્ક્વેર ઇંચ ત્વચામાં પણ લાખોની સંખ્યામાં રીસેપ્ટર હોય છે.

ગર્ભાવસ્થામાં
સૌથી પહેલા કે સૌથી જૂની વિકસતી સેન્સ એ સ્પર્શ છે.
૧૮ વર્ષની આસપાસ, સૌથી વધુ રીસેપ્ટર કે ટચ રીસિવ કરવાની ક્ષમતા હોય છે, ઉંમર થતી જાય તેમ ટચ રીસિવ કરવાની ક્ષમતા અને ટચ રીસેપ્ટર બંને ઘટતા જાય છે, જો વાપરો તો વધે અને ના વાપરો તો ઘટે...તે સિદ્ધાંત ઉપર જ શરીર ચાલે છે.

નહાવું, વહેતા પાણીમાં ન્હાવું, પાણીની છાલક મારવી, વરસાદ માં ન્હાવું, મડ બાથ, ચપ્પલ કાઢીને ઘાસ ઉપર કે રેતી કે નાની કપચી ઉપર ચાલવું, એક્યુપ્રે શર ના ચપ્પલ, ચાલતી વખતે ઝાડની ડાળીઓ પાનને સ્પર્શવું, ... આ બધા સ્પર્શને વિકસાવવાના પ્રયોગો કે પ્રયાસો છે.

સ્પર્શે
ઊર્જાનું, ઉષ્માનું, સ્નેહનું, પ્રેમનું, હુંફનું, સમવેદનાં નું, લાગણીઓનું .... વહન કરે છે....વાહક છે...લઈ જનાર છે !!! બ્રિજ છે !!

સ્નેહનો લેપ....કે લીંપણ....સ્પર્શ દ્વારા શક્ય છે.
અને એ healthy .છે... હિલ કરે છે.

સભ્યતા સાથે....શબ્દો સાથે...મગજ સાથે....તર્ક સાથે...
કોમળ સ્પર્શ, નાજુક સ્પર્શ, મુલાયમ સ્પર્શ, મખમલી સ્પર્શ
આ બધા ફકત શબ્દો રહ્યા !!! આંખો બંધ કરીને આને માણવા નો, આપ લે કરવાનો...એક અલગ જ અહેસાસ છે...જે પણ એક દવા જ છે....એ હિલ / heal કરે જ..ઘા રૂઝાવે જ... healthy કરે જ !!

નવજાત શિશુ, શિશુ, મિત્ર, પ્રેમી પ્રેમિકા, પતિ પત્નિ, માતા પિતા...આ બધા પાત્રો છે...સ્નેહ અને સ્પર્શ ભૂખ્યા છે...સ્નેહ અને સ્પર્શથી હિલ થાય છે !!…..

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111849014
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now