તારો પડછાયો બનીને રહેવું છે.
તારી મનપસંદ બનીને રહેવું છે.
તારી આંખોમાં ઘર બનાવી રહેવું છે.
તારાં હોઠોં પર સ્મિત બનીને રહેવું છે.
તારી નજરમાં ખાસ બનીને રહેવું છે.
તારી ધડકનમાં ધડકન બની ધબકવું છે.
તારાં શબ્દો બની હવે તો લખાવું છે.
તારી કવિતાના શબ્દોમાં ઊભરાવું છે.
તારાં સૂરમાં તાલ બનીને ભળવું છે.
તારાં રાગમાં રાગિણી બની સમાવું છે.
તારાં શમણાંની રાણી બનીને રહેવું છે.
તારાં શ્વાસમાં સોડમ બની મહેકવું છે.
મને હવે બસ તારામય બનીને રહેવું છે.
"મીરાં"ને હવે બસ કાન્હા માટે જીવવું છે.
ચૌહાણ ભાવના"મીરાં"
-Bhavna Chauhan