શીર્ષક - "જ્ઞાનનો ભંડાર ગીતા"
સમસ્ત જીવનનો સાર છે ગીતા;
જ્ઞાનનો મહા ભંડાર છે ગીતા;
ખારા ને તુરા આ ભવસાગરમાં,
મધુર મીઠો કંસાર છે ગીતા;
વિશેષ છે ને એ જ છે વિશેષજ્ઞ,
બધા ધર્મનો આધાર છે ગીતા;
જીવનના કર્મો-અકર્મો વચ્ચેય,
પાપ નાશક ગંગ ધાર છે ગીતા;
જીવનપંથના હર એક મોડનો,
એક સુંદર શણગાર છે ગીતા;
સત્ય, અહિંસાનો બોધ છે તો,
અધર્મ સામે તલવાર છે ગીતા;
લાખ ચોર્યાસીના ફેરાઓમાં,
મોક્ષ આપે એ દ્વાર છે ગીતા;
પરિસ્થિતિ હોય ગમે તેવી વિકટ,
હર એક કષ્ટોનું નિવાર છે ગીતા;
હર હિન્દુસ્તાનીના હૃદયમાં વસે,
હિન્દુસ્તાનીનો સંસાર છે ગીતા;
છે વિશ્વના હર મુખે મુખે "વ્યોમ"
વિશ્વશાંતિનો આપે સાર છે ગીતા;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.