પોથી પઢ પઢ જગ મુઆ, પંડિત ભાયા ન કોઈ.
ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોઈ..
વિશ્વમાં ઘણા લોકો મહાન પુસ્તકો વાંચીને મૃત્યુના દ્વારે પહોંચ્યા, પરંતુ તે બધા વિદ્વાન બની શક્યા નહીં.
કબીરજી માને છે કે જો કોઈ પ્રેમ કે પ્રેમના માત્ર અઢી અક્ષરો બરાબર વાંચે. એટલે કે પ્રેમના વાસ્તવિક સ્વરૂપને ઓળખી લે તો તે સાચો જ્ઞાની બને છે.
જ્ઞાન પુસ્તકોમાંથી મળે છે, પણ આત્મજ્ઞાન તો અનુભવથી જ આવે છે.
એક વ્યક્તિ જ્યારે ખૂબ ચિંતન કરે મનન કરે છે. એક વ્યક્તિ રામાયણ, ગીતાજી, પુરાણો ને વેદો વાંચે છે. ખૂબ પુસ્તકિયા જ્ઞાન ધરાવે છે. છતાં આધ્યાત્મિક સ્થાને શૂન્યતા ધરાવે છે.
બીજી તરફ કોઈ ફ્કત ચિંતન મનન અને કર્મ કરે છે. દરેક કાર્યને પ્રેમ અને નિસ્વાર્થ ભાવે નિભાવે છે. પોતાની દરેક ફરજોને નિષ્ઠાથી નિભાવે છે. પોથીનાં જ્ઞાને બિલકુલ અભણ હોય, છતાં આધ્યાત્મિક સ્થાને ઉચ્ચતા ધરાવે છે.
એક ભગવાન પર ભરોસો રાખી કર્મ કરે છે. પ્રભુનો વાસ કણકણમાં છે, પોતાની દરેક શ્વાસોમાં, ઉચ્છશ્વાસોમાં છે. ભીંતર પણ એ જ . અને બહાર પણ એ.
ફ્કત નિસ્વાર્થ પણે દરેક ફરજો ઈમાનદારીથી નિભાવી એ પણ પ્રેમ છે. પ્રેમનાં અનેક પ્રકાર હોય શકે, પણ પ્રેમ ખુદમાં એક અનોખી અનુભૂતિ છે.
❤️મારા મત પ્રમાણે જે પ્રેમને સમજે એને કોઈ ચોપડી કે ગ્રંથ વાંચવાની જરૂર નથી.
❤️ જે અહંકારથી પર થાય છે, એ વ્યક્તિ પ્રેમમાં હોય એને કોઈથી ફરિયાદ રહેતી નથી.
❤️ તેને ભગવાન પર અતૂટ શ્રધ્ધા તો હોય જ છે, પણ તેના કરતા પણ વધારે તેના પ્રેમમાં હોય છે.
પ્રેમ એટલે વિશ્વાસ..
પ્રેમ એટલે નિષ્ઠા..
પ્રેમ એટલે અતૂટ શ્રદ્ધા..
પ્રેમ એટલે દોસ્તી,
પ્રેમ એટલે સમર્પણ,
પ્રેમ એટલે પ્રતિક્ષા.
પ્રેમ એટલે શબરી,
પ્રેમ એટલે વિદુરજીની ભાજી,
પ્રેમ એટલે મીરાં,
પ્રેમ એટલે રાધા,
પ્રેમ એટલે કૃષ્ણ,
પ્રેમ એટલે શકિત,
પ્રેમ એટલે પામવું,
પ્રેમ એટલે ખોવું,
સાચું સમર્પણ જ પ્રેમ છે. સતત કરેલી પ્રતિક્ષા પણ પ્રેમ છે..
અંતે પ્રેમ જો ભક્તિ હોય તો પ્રેમ જ મોક્ષ છે..
દર્શના રાધે રાધે