હૃદય પર પથ્થર રાખીને જીવતા આપણે.
કેટકેટલું જાણે કે સાંખીને જીવતા આપણે.
ગમે કે ખમે, સંબંધોને જીવંત રાખી રહ્યા,
વિષ જગતનાં ચાખીને જીવતા આપણે.
સહનશીલ છીએ કે ઉદારમતવાદી વિચારો,
નફરતની હાજરી પાંખીને જીવતા આપણે.
હતું કોમળ નવનીત સરખું એ ઉર એકદા,
કાળમીંઢ સમું ટકાવીને જીવતા આપણે.
ન હોય લાગણી ઠેરઠેર કે પછી ઘેરઘેરને,
મીઠી જબાન ઉચ્ચરીને જીવતા આપણે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.