" દિલની વાત કાગળ પર"
એક સપનું રોળાયું પળભરમાં;
ને પછી એ ઢોળાયું પળભરમાં;
તૂટી ગયો બંધ આજ પાંપણનો,
ને એક આંસુ રેલાયું પળભરમાં;
અરીસા સામે જોતો ઊભો રહ્યો,
કોઈ જણ તો ખોવાયું પળભરમાં;
વેર વિખેર થઈ ગયું આજ હૃદય,
કોઈથી કોઈ ભૂલાયું પળભરમાં;
કોઈ એકની આ તે કેવી નાદાનિયત?
કે' દરાર સંબંધમાં લાયું પળભરમાં;
નાસમજ સમજુ કે સમજુ જીદ,
વિચાર્યા વિના બોલાયું પળભરમાં;
સંબંધ નિકળ્યો સુતરાઉ "વ્યોમ"
એટલે કોઈ વીસરાયું પળભરમાં;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.