શીર્ષક - "નિસ્વાર્થ સત્કર્મ તારે છે"
સંસારમાં હાલ આ તે કેવો દોર ચાલે છે?
સત્કર્મ કરવામાંય હરેક પ્રસિદ્ધિ ચાહે છે;
માણસ કાયમ બસ અહીંયાં જ હારે છે;
થોડું ઘણું આપી દાન ફોટાઓ પડાવે છે;
સેવા કરવી હોય તો જગજાહેર શું કરવી?
સેવા કરતાં પણ બધાં ચલચિત્રો બનાવે છે;
મૂક પશુ-પક્ષીઓને આપીને ચારો કે ચણ,
મોટા અક્ષરે પછી એ છાપામાં છપાવે છે;
જરૂરીયાતમંદ તો હોય હાલાતથી મજબૂર,
મજબૂરની હાલાકીનો કેમ ફાયદો ઉઠાવે છે?
ડાબા હાથે આપેલું જમણો પણ ના જાણે,
બસ, એ જ ગુપ્તદાન મહાનતા અપાવે છે;
સંસારનો બસ એક નિયમ રહ્યો છે "વ્યોમ"
નિસ્વાર્થ ભાવે કરેલું સત્કર્મ જ ભવ તારે છે;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.