શીર્ષક - "નકામું"
ગણતર વગરનું ભણતર નકામું;
ને, પાયા વગરનું ચણતર નકામું;
પુસ્તકીયું જ્ઞાન ગમે તેટલું મેળવો,
સમજદારી વગરનું ગણતર નકામું;
લક્ષ્યને આપો સાચી દિશા, બાકી!
કોઈ આકાર વગરનું ઘડતર નકામું;
તાળી મિત્ર એક માંગો મળે હજાર,
સાચા મિત્ર વગરનું જીવતર નકામું;
હક્કનું છે એ મળીને રહેશે એક'દી,
પરંતુ, હક્ક વગરનું મળતર નકામું;
જૂનું છોડે થશે નવ નિર્માણ "વ્યોમ"
કોઈ પરિવર્તન વગરનું નવતર નકામું;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.