ભૂલ અને ભગવાન, પાપ અને પ્રાયશ્ચિતનો ભેદ સમજાઈ જાય, તો પછી બીજું કંઈ સમજવાની જરૂર નથી પડતી. પણ સત્યતાની વાત એ છે કે આપણે બીજાની ભૂલો પહેલાં જોઈએ. પણ આપણી ભૂલ સ્વીકારી શકતા નથી. કયારે કયારે એની ભૂલની સીધી સજા આપી દઈએ છીએ. જાણે આપણે જ મોટા ન્યાયાધીશ હોઈએ.
કોઈને અપ શબ્દો બોલવા, કોઈને અપમાનિત કરવું. એકની એક વાત કરી હંમેશા માનસિક ત્રાસ આપવો. એનાથી કોઇને ફરક પડે કે નહીં પડે, પણ એ વ્યક્તિ અંદરથી તુટી જાય છે.
જો નાસીપાસ થયેલો વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી ફેંસલો કુદરત પર છોડી દે, ત્યારે ચમત્કાર ચોક્ક્સ થાય છે. તેની નાકામી, તેની આંખોમાંથી વહેતા આંસુની કિંમત કુદરત વ્યાજ સાથે વસૂલે છે. ત્યારે કોઈની કોઈ ચાલાકી કે હોશિયારી ચાલતી નથી.
સ્વીકાર કરીને પ્રાયશ્ચિત કરીને જ્યારે એ માફ કરી દે છે, ત્યારે ચમત્કાર ચોક્ક્સ થાય છે.
સુમિરન કર ઉસ રબ કા, મન મધુવન બન જાય,
હો સાચ્ચા પ્રાયશ્ચિત તો, ભીંતર ઉજાલા હો જાય..
દર્શના રાધે રાધે