"આ સબંધો ક્યાં બધાં ને સમજાય છે"
ક્યાંક વેહચાય છે,ક્યાંક મપાય છે,
નવી રીતભાત માં ક્યાંક ને ક્યાંક અટવાય છે,
આ સબંધો ક્યાં બધાં ને સમજાય છે.!
ઉઠી ને આંખે વળગતા, સપનાઓ ક્યાં બધાં પુરા થાય છે,
કોખ થી જોડાયેલા લોહી ના કણ માં બધું અટવાય છે,
આ સબંધો ક્યાં બધાં ને સમજાય છે.!
સ્પર્શતા માં અપ્રવિત્રતા અનુભવાય છે,
પ્રેમમાં લુણા ની તિરાડો વર્તાય છે,
આ સબંધો ક્યાં બધાં ને સમજાય છે.!
વેહવારિક્તામાં અવેહવારિક્તાની વાસ્તવિકતા દેખાય છે,
મનમાં અનુસરવાતી વાતો "સ્વયમભુ" ભજવાય છે,
આ સબંધો ક્યાં બધાં ને સમજાય છે.!
-અશ્વિન રાઠોડ - "સ્વયમભુ"