શીર્ષક - "પરદેશી મહેમાન"
કોઈના મનની મુરાદ પૂરી કરવાના ઈરાદાએ;
ખોયું અસ્તિત્વ ખુદનું, આજ એક સિતારાએ!
પીઠ પરનાં ઘાવ છૂપાવતાં રહ્યાં જિંદગીભર,
ભેદ જીવનનો ખોલી નાખ્યો એક ઉઝરડાએ;
ઊંબરો, ઓસરી ને ભીંતો થાક્યાં રાહ જોઈને,
ભાર પ્રતિક્ષાનો, ઉપાડી રાખ્યો તો બારણાંએ!
આશા પરિપૂર્ણ જ્યાં થઈ આજ એક પરિવારની,
પરદેશી મહેમાનને હર્ષથી આવકાર્યાં આંગણાએ;
ઊભો છું જોતાં, એક તસવીરની સામે "વ્યોમ"
મરણ બાદ મારૂં શું થશે, એ શિખવ્યું ફોટાએ!
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.