Gujarati Quote in Poem by Bhavna Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારાં કુળનો કુળદિપક છે તું.
પરિવારનો વહાલસોયો છે તું.

માની મમતાનો ભાગીદાર છે તું.
પિતાનાં પ્રેમનો દાવેદાર છે તું.

દાદાના વંશનો આગેવાન છે તું.
દાદીની ઘડપણની લાકડી છે તું.

બેનનો લાડકવાયો વીર છે તું.
ભાઈનો મીઠો સાથીદાર છે તું.

મામાનો માનીતો ભાણેજ છે તું.
મામીનો મિતભાષી ભાણેજ છે તું.

માસીનો વહાલો ભાણેજ છે તું.
માસાનો ગમતો ભાણેજ છે તું.

કાકાનો કડક ભત્રીજો છે તું.
કાકીને પ્યારો ભત્રીજો છે તું.

મારાં લાડકવાયા મીતરાજને આજે મમતાભરેલાં હૈયે એજ આશિષ આપું છુંકે...."જુગ જુગ જીવો મારાં લાલ...સદા ખુશ અને સલામત રહો અને બહું મોટું નામ કમાજો..."

ચૌહાણ ભાવના"મીરાં "

-Bhavna Chauhan

Gujarati Poem by Bhavna Chauhan : 111847430
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now