!! નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
તુલસી ક્યારો આંગણે
દીપે અનેરો ઉજાસ છે
દરેક વાર જ્યાં ત્યોહાર
અનુપમ વિશ્વાસ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
બાળકો ના સ્મિત માં
જ્યાં ઈશ્વર નો પ્રવાસ છે
પૂજા માં હાટકેશ અને
અંબાજી ખાસ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
રસોડે આવતી સુગંધ
ઇષ્ટ નો પ્રસાદ છે
પહેલી રોટલી આજે પણ
જ્યાં ગૌ ગ્રાસ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
હિંડોળે હર્ષ ઝૂલે
લાગણી નો આનંદ અપાર છે
ઘર માં વડીલો ના
અનુભવનો અદભુત પ્રકાશ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
સ્વચ્છતા સભ્યતા
સંસ્કાર નો ધામ છે
ગૃહણીઓ આજે પણ
પુરૂષો ને વામ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
વાણી માં શારદા
ઉમા જ્યાં વ્યહાર છે
આપસ માં પ્રેમ જ્યાં
પ્રસંગ નો આકાશ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
વિચાર પેઢીઓના
આજે પણ સમાન છે
વ્યહાર માં આજે પણ
પ્રેમ અને સંગાથ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
ઉત્સવ ના પ્રિય ને
બોલ માં મીઠાસ છે
ગીત નૃત્ય સંગીત
સર્વે કળા ને ઉજાસ છે
... નક્કી ત્યાં નાગર નો વાસ છે !!
નાગરો ની આજે પણ
અનેરી છાપ છે
સંસ્કાર લોહી માં
સંતોષ ખુદ આપ છે
... નક્કી ત્યાં નાગરનો વાસ છે !
*સુપ્રભાતમ્*😇
સૌજન્યપૂર્તિ દેવિકાબહેન દિવાનજી
🙏🏻