કવિતા
કસમ દીધા છે મને જ્યારથી,
રહ્યો ત્યારથી ચૂપ
સાચું કહું છું મને ગમે છે
તારું સુંદર રૂપ
કસમ દીધા છે…
બંધ કરું જો આંખો ,
તોયે તું જ મને દેખાતી
મીઠી-મીઠી યાદોની સુગંધ
મને વીંટળાતી
મળું તને હું તુજમાં ત્યારે,
થઇ જતો એકરૂપ
કસમ દીધા છે...
પનઘટ પરથી સંકેતોની,
હેલભરી તું આવે
સ્મિત તણાં એ જળથી
મારા જીવતરને ભીંજાવે
મળ્યું મને ના જોવા
કોઇ દિ કોઇનું એવું રૂપ
કસમ દીધા છે…
કવિ: મેઘબિંદુ
સંગીત અને સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય