સચ્ચિદાનંદસ્વામિજીના મતે માનવી ના અન્ય માનવી સાથે ના સંબંધો માટે ૪૦:૩૦:૨૦:૧૦ નો સિદ્ધાંત સૂચવે છે તે મુજબ:
(૧) ૪૦ % સંબંધો ખુબ જ સુમેળભર્યા હોય છે અને આજીવન સરળતાથી ટકી રહે છે. તેમાં આનંદ આવે છે.
(૨)૩૦% સંબંધો ને ટકાવી રાખવા સામેના ને ખુબ જ મહત્વ /માનપાન આપવા પડે છે. ત્યારે માંડ માંડ ટકે છે.
(૩) ૨૦ % સંબંધો ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં પણ અંતે તુટી જાય છે.
(૪) ૧૦% સંબંધો દુશ્મની અથવા હરિફમાં પરિણમે છે.પોતાની માનેલ વ્યક્તિ જ છેવટે દગો આપે છે.
આ જ સિદ્ધાંત જીવનમાં કરવા ધારેલ કાર્યો ને લાગુ પડે છે.
(૧) ૪૦% કાર્યો તમારી ઇચ્છા મુજબ ધાર્યા મુજબ સરળતાથી પાર પડે છે.
(૨) ૩૦% કાર્યો ખુબજ પુરુષાર્થ કરવાથી પાર પડે છે.
(૩) ૨૦% કાર્યો માં નિષ્ફળતા અને નુકસાન મળે છે.
(૪) ૧૦% કાર્યો ખુબજ પુરુષાર્થ અને પ્રયત્નો કરવા છતાં નિષ્ફળ નીવડે છે અને ભારે નુક્સાન માં પરિણમે છે.
ડૉ .ભૈરવસિંહ રાઓલ