સામે મળે તો કંઈક વાત થાય
નઝીક બેસે તો કંઈક વાત થાય!
છે ગુલાબ હાથ માં ને જોતા નથી એ
જો આવે નઝીક તો ઇઝહાર થાય!
ચાલે છે એ નીચી નઝર થી જેમ કે અપ્સરા
ને જો ઉઠાવે નઝર તો મેહફીલ મદહોશ થાય!
સંતાયા છે એ મારાં શ્વાસમાં જેમ કે મારી જિંદગી
જો કોઈ પૂછે મને તો એના કાને વાત જાય!
છે ઉજાગરા આખી રાત ના જેમ કે ચાંદ ની પૂનમ
હવે એ આવી ઉઠાડે તો દિવસ ની શરૂઆત થાય!
ધરી દીધું સધળું જે હતું હાથ માં ભરત
સમજે એ મૌન માં કે તારી "હા"તો કંઈક વાત થાય!
-bharat d vinzuda