સુકાયેલી નદી ના કયાંય થી પગરણ મળી આવે વિખુટુ થઈ ગયેલું એ રીતે એક સ્વજંન મળી આવે ઘણાં વરસો પછી વાચ્યા વગર ની કોઈ ચીઠ્ઠી માં તને ચાહું છું બસ આટલી ટાચંણ મળી આવે ફરે છે માણસ એક ગો ધુલિ વેળા આ સડકો ઉપર કદાચિત ગામનુ છુટ્ટ પડેલું ધણં મળી આવે મનં ને બહુ થાયછે ઈચ્છા કે ગામ પાદંર જઈ બેસુ અને બહુ દૂર થી લલકાર તો ચારંણ મળી આવે ઘણું એ નામ સાભળેલુ ને હતી ખ્યાતિ મળીએ એ શખ્સ ને સાવ સાધારણ મળી આવે ખખડધંજ કાટ લાગેલી જુની બિસ્માર પેટી માં ખજાનો શોધવા બેસીએ અને છુટી ગયેલું બાળપણ મળી આવે...
-Meena Parmar