વિદ્યા વિના મતિ ગઈ,
મતિ વિના નીતિ ગઈ,
નીતિ વિના ગતિ ગઈ,
ગતિ વિના સંપત્તિ ગઈ,
સંપત્તિ વિના શુદ્ર યથો નાસીપાસ,
આટલો બધો અનર્થ વિદ્યા વિના થયો..
તા. 11 એપ્રિલ 1827 ના સતારા, મહારાષ્ટ્ર માં જન્મેલા રાષ્ટ્રપિતા,મહાત્મા એવા #જ્યોતિબાફૂલે સાહેબે એમના પત્ની, શિક્ષણ ની ક્રાંતિ જ્યોત જગાવનાર માતા #સાવિત્રીમાઈ_ફૂલે ને પોતે શિક્ષિત કર્યા અને એમની સાથે રહીને સન 1848 માં પૂણે, મહારાષ્ટ્ર માં અછૂતો માટે કન્યા શાળા ની સ્થાપના કરી, #સત્યશોધક_સમાજ ની સ્થાપના કરી, #ગુલામગિરી નામનું અમૂલ્ય પુસ્તક 📙 લખ્યું.
ગુલામગીરી ના લેખક, સત્યશોધક સમાજ ના સંસ્થાપક, ડો.બાબાસાહેબ આંબેડકરના ત્રણ ગુરુ માંથી એક, શુદ્ર અતિ શુદ્ર અને મહિલાઓ માટે શિક્ષા ના દ્વાર ખોલનાર, સામાજિક ક્રાંતિ ના પ્રણેતા, ક્રાંતિસૂર્ય, મહાનસમાજ સુધારક, રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિબા ફૂલે ને એમના 132 માં પરિનિર્વાણ દિવસ પર શત શત નમન...🙏🙏
💐પરિનિર્વાણ દિવસ💐
🕯️28 નવેમ્બર 1890🕯️