શીર્ષક - "જિંદગી મોજથી જીવી લ્યો"
છે જિંદગી બે પળ, મોજથી જીવી લ્યો;
છે અવનવી અટકળ, મોજથી જીવી લ્યો;
શું મેળવ્યું? શું ગુમાવ્યું? મુકોને એ કોરાણે!
જે છે એ માણો હરપળ, મોજથી જીવી લ્યો;
હરે ફરે તે ચરે છે અને બાંધ્યો ભૂખે મરે છે,
છે નહીં કાંઈ અચળ, મોજથી જીવી લ્યો;
સુખ દુઃખ તો છે જીવનના સિક્કાની બે બાજુ,
છે અંધાર કે ઝળહળ, મોજથી જીવી લ્યો;
મળ્યો મનુષ્ય અવતાર તો જીવો આનંદથી,
છે આંખો ભલેને સજળ, મોજથી જીવી લ્યો;
મનના વિચારોને સતત વહેતા રાખો "વ્યોમ"
છે નદી માફક ખળખળ, મોજથી જીવી લ્યો;
✍..© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર.