સમજણની સેલ્ફી,
પ્રેમ થાય તે સાચો કે કર્યો તે સાચો?
પ્રભાવીત કરે તેથી પ્રેમ થાય કે , સમજી વીચારી થાય?
સાચો પ્રેમ કયો?
પ્રથમ પ્રેમ ગોડ ભાધર થી,
બીજો એના પ્રીય એવા વ્યક્તિ થી જે બધી વાતે પરફેક્ટ એ રીતે હોય કે તે તો તરે આપણને પણ તારે,
હા તેનાથીજ થાય જાણી બુજીને થાય નહીં કરવો પડે,
જેનું જ્ઞાન આધ્યાત્મક અને વિજ્ઞાન નું સંયોજન હોય,
જે હરએક મોહીની થી પરે હોય,
આપણે તેના પાછળ લટુ હોઈએ તો પણ એ તમને માન સન્માન સમભાવે આપે, પ્રેમ હુફ સાથ પણ આપે, અરે આતો બધાય આપે પણ તેથી વીશેષ જન્મ મરણના ફેરાથી છોડાવે , ખુદ તો તરે આપણનેય તારે,
એકલા આવ્યા મનવા એકલા જવાના ભય થી છોડાવે,
આત્માને શરીર ના આવરણથી છોડાવે ,
મન બુદ્ધિ થી આગળ આત્મસાદ કરાવે,
અને ભવો ભવ નહીં અનંત અનાદી સુધી સુખીયા કરી પર બ્રહ્મમાં સમાવે અને ત્યા સુધી એકલા ન છોડે,
મીરા હરી કી દાસી, ઓઢું તો કાળો કામળો એના રંગ ના લાગે દુજો,
ભરથાર મારો શામળો એ રહે કાયમ સજીવન ,એશો વર મારે ન જોઈએ જે કાલે મરી જાય,
પતી પ્રેમી ગુરૂ બધું એકજ એકમાજ શોધો,
પતી પત્ની ભાઈ બેન મા બાપ આ બધા સંસારી સંબંધો નરા સ્વાર્થના ,
શુખકે સબ સાથી દુખમેન કોઈ,
પણ જે શુખ દુઃખ ની ભાસા બદલી નાખે,
જીવ ને માયાના ફંદ માંથી મુકત કરી નાખે
સ્યામ બની હંમેશા રાધાની પ્રીતને અમર કરી નાખે,
શીવ અને શક્તિ નું મીલન કરાવી અમર કરી નાખે,
થોડું અટપટું છે
સમજવા માટે હઠ યોગ થી નીકળી આધ્યાત્મિક તરફ વળવું પડે, મોહ માયા સ્વાર્થ ત્યજી મીરા કે રાધા ની માફક સમર્પિત બનવું પડે,
🙏🕉️🌹💐
-Hemant Pandya